Get App

Closing Bell: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો-નિફ્ટી 24000ની નીચે બંધ

ભારતીય શેરબજારમાં 30 એપ્રિલે મોટો ઘટાડો જોવા મળ્યો છે.સેન્સેક્સ583 પોઈન્ટ તૂટ્યો છે અને Nifty 24000ની નીચે સરકી ગયો છે. IT સિવાયના તમામ સેક્ટરમાં વેચવાલીથી હાહાકાર મચ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 30, 2026 પર 3:54 PM
Closing Bell: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો-નિફ્ટી 24000ની નીચે બંધClosing Bell: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો-નિફ્ટી 24000ની નીચે બંધ
નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇટરનલ, HUL અને એક્સિસ બેંકના શેરમાં જોવા મળ્યું હતું.

Closing Bell: ભારતીય શેરબજાર માટે 30 એપ્રિલનો દિવસ ભારે નુકસાનકારક સાબિત થયો છે. બજાર બંધ થતી વખતે ઘરેલું ઇક્વિટી ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને આઈટી (IT) સેક્ટરને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરમાં રોકાણકારોએ મોટાપાયે વેચવાલી કરી હતી, જેના કારણે નિફ્ટી 24,000 ની મહત્વની સપાટી તોડીને નીચે બંધ થયો છે.

બજારના ક્લોઝિંગ આંકડા

ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 582.86 પોઈન્ટ (0.75%) ના ઘટાડા સાથે 76,913.50 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી 180.10 પોઈન્ટ (0.74%) તૂટીને 23,997.55 ના સ્તર પર બંધ રહ્યો.

સેક્ટરવાઈઝ સ્થિતિ: IT એ બજારને ટેકો આપ્યો

આજના કારોબારમાં માત્ર આઈટી (IT) સેક્ટર જ ગ્રીન ઝોનમાં જોવા મળ્યું હતું. તે સિવાયના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું.

મેટલ ઇન્ડેક્સ: સૌથી વધુ 2% નો કડાકો જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો