Stock Market: ભારતીય શેરબજારોમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ જોરદાર રિલી ચાલી રહી છે. આના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ 465 લાખ કરોડ રૂપિયા પાર પહોંચી ગઈ છે. આ 11 મહિનાનું સૌથી ઊંચું સ્તર છે. છેલ્લી વખત આ આંકડો 3 ઓક્ટોબર 2024ના રોજ જોવા મળ્યો હતો.