Stock Market Surge: આજે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારો લીલા રંગમાં ટ્રેડ થતા જોવા મળ્યા. IT શેરોમાં ભારે ખરીદી અને વૈશ્વિક બજારોમાં ઉછાળાને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાથી પણ શેરબજારમાં તેજીને ટેકો મળ્યો. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 245.89 પોઈન્ટ અથવા 0.3 ટકા વધીને 81,033.19 પર પહોંચ્યો. બીજી તરફ, નિફ્ટી 67.20 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 24,840.35 પર પહોંચ્યો.