પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે (9 સપ્ટેમ્બર) પૂરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત શરૂ કરી અને કહ્યું કે ભારત સરકાર અસરગ્રસ્ત લોકો સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે. પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના આફતગ્રસ્ત મંડી અને કુલ્લુ જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કર્યું. તેમણે પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. હિમાચલ પછી, પીએમ મોદી આજે પંજાબની પણ મુલાકાત લેશે.