Get App

Stock Market Today: ટ્રમ્પની ધમકીથી બજારમાં ગભરાટ? ટ્રેડ લેતા પહેલા આ મહત્વના સમાચાર પર એક નજર નાખી લો

Stock Market Today: ફેબ્રુઆરી સીરીઝની એક્સપાયરીના દિવસે ભારતીય બજાર માટે નબળા સંકેત મળી રહ્યા છે. ટ્રમ્પની ટેરિફ ધમકી અને અમેરિકન બજારના કડાકાની શું થશે અસર? જાણો આજના ટોપ ટ્રિગર્સ અને બજારની ચાલ.

MoneyControl Newsઅપડેટેડ Feb 24, 2026 પર 9:30 AM
Stock Market Today: ટ્રમ્પની ધમકીથી બજારમાં ગભરાટ? ટ્રેડ લેતા પહેલા આ મહત્વના સમાચાર પર એક નજર નાખી લોStock Market Today: ટ્રમ્પની ધમકીથી બજારમાં ગભરાટ? ટ્રેડ લેતા પહેલા આ મહત્વના સમાચાર પર એક નજર નાખી લો
Stock Market Today: ફેબ્રુઆરી સીરીઝની એક્સપાયરીના દિવસે ભારતીય બજાર માટે નબળા સંકેત મળી રહ્યા છે.

Stock Market Today: આજે ભારતીય શેરબજારમાં ફેબ્રુઆરી સીરીઝની મન્થલી એક્સપાયરી છે, પરંતુ દિવસની શરૂઆત થોડી ચિંતાજનક રહે તેવા સંકેતો મળી રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાંથી સારા સમાચાર નથી આવી રહ્યા. ખાસ કરીને અમેરિકાથી આવેલા સમાચારોએ બજારનું મૂડ બગાડ્યું છે. જો તમે આજે કોઈ ટ્રેડ લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા દેશ અને દુનિયાના આ મહત્વના સમાચારો પર એક નજર જરૂર નાખી લેજો.

અમેરિકન બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફને લઈને નવી ધમકી અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ને લઈને વધતી ચિંતાને કારણે ત્યાંનું બજાર તૂટ્યું છે. સોમવારે ડાઓ જોન્સ (Dow Jones) 800 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નાસ્ડેક અને S&P 500માં પણ 1%થી વધુનો ઘટાડો નોંધાયો છે. IBMનો શેર તો 13% જેટલો તૂટ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને દુનિયાના દેશોને ફરીથી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દેશ સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, તો તેના પર પહેલા કરતા પણ વધારે ટેરિફ લગાવવામાં આવશે. આ નિવેદન બાદ ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા વધી ગઈ છે.

ભારતીય બજારનો ગઈકાલનો હાલ

જોકે, આ પહેલા ભારતીય બજારે સપ્તાહની શરૂઆત સારી રીતે કરી હતી. 23 ફેબ્રુઆરીના રોજ સતત બીજા સેશનમાં બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 479.95 પોઈન્ટ વધીને 83,294.66 પર અને નિફ્ટી 141.75 પોઈન્ટના વધારા સાથે 25,713 પર બંધ થયો હતો. પરંતુ આજનો દિવસ વોલેટાઈલ રહી શકે છે.

સોના-ચાંદી અને ક્રૂડની સ્થિતિ

બધા સમાચાર

+ વધુુ વાંચો