Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 04 નવેમ્બરના નેગેટિવની સાથે ખુલવાની સંભાવના છે. 03 નવેમ્બરના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ સતત ચોથા સત્રમાં પણ પોતાની તેજી જાળવી રાખી હતી. બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો તેમજ ઓટો, એફએમસીજી (FMCG), રિયલ્ટી અને ખાનગી બેંકિંગ શેરોમાં જોવા મળેલી ખરીદીને પગલે, નિફ્ટી 23,800 ના સ્તરને પાર કરી ગયો હતો અને સૂચકાંકો લગભગ બે મહિનાની ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 1.62 ટકા વધીને 76,917.85 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 1.58 ટકા વધીને 23,810.85 ના સ્તર પર બંધ થયા હતા.

