Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 29 સપ્ટેમ્બરના સ્ટ્રોંગની સાથે ખુલવાની સંભાવના છે. ટ્રમ્પ દ્વારા બ્રાન્ડેડ અથવા પેટન્ટ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની આયાત પર 100% ટેરિફ લાદ્યા પછી, ફાર્મા ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી, જેમાં 26 સપ્ટેમ્બરના રોજ બેર્સનો દબદબો સતત છઠ્ઠા સત્રમાં ચાલુ રહ્યો, જેમાં નિફ્ટી 24,650 ની નીચે ખેંચાઈ ગયો. એક્સેન્ચરના નબળા વૃદ્ધિના અંદાજને કારણે IT શેરોમાં પણ ઘટાડો થયો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.90 ટકા ઘટીને 80,426.46 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.95 ટકા ઘટાડાની સાથે 24,654.70 ના સ્તર પર બંધ થયા હતા.