Market Today: ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી શાનદાર તેજી પર આજે બ્રેક લાગી શકે છે. વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા નબળા સંકેતો અને મધ્યપૂર્વમાં ફરી વધી રહેલા તણાવને કારણે બજારમાં દબાણ જોવા મળી શકે છે. ગઈકાલે 8 એપ્રિલે બજારે નવો ઈતિહાસ રચ્યો હતો અને નિફ્ટી પહેલીવાર 24,000 ની સપાટી વટાવી ગયો હતો. પરંતુ આજે ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો બતાવી રહ્યો છે કે બજારની શરૂઆત ગેપ-ડાઉન થઈ શકે છે.

