Stock Market Update: ભારતીય શેરબજારમાં હાલ મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે. પોઝિટિવ ટ્રેન્ડ હોવા છતાં માર્કેટમાં ઉપલા સ્તરે દબાણ યથાવત છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી નિફ્ટી 24,300ના સ્તરને પાર કરીને ટકશે નહીં, ત્યાં સુધી બજારમાં તેજ રફ્તાર જોવા મળવી મુશ્કેલ છે. જો નિફ્ટી આ સ્તર પાર કરે છે, તો આગામી સમયમાં 24,600 થી 24,800 સુધીના સ્તરો જોવા મળી શકે છે.

