Get App

Stocks to Watch: 27 ફેબ્રુઆરીએ Vishal Mega Mart અને Jio Financial સહિત આ શેરોમાં જોવા મળશે મોટી હલચલ, ટ્રેડિંગ પહેલા વાંચી લો આ લિસ્ટ

આજે 27 ફેબ્રુઆરીએ શેરબજારમાં ટ્રેડિંગ કરતા પહેલા Vishal Mega Mart, Jio Financial, Netweb Tech અને GMDC સહિતના અગત્યના શેરોની લેટેસ્ટ અપડેટ અને બ્લોક ડીલ વિશે જાણો.

MoneyControl Newsઅપડેટેડ Feb 27, 2026 પર 9:16 AM
Stocks to Watch: 27 ફેબ્રુઆરીએ Vishal Mega Mart અને Jio Financial સહિત આ શેરોમાં જોવા મળશે મોટી હલચલ, ટ્રેડિંગ પહેલા વાંચી લો આ લિસ્ટStocks to Watch: 27 ફેબ્રુઆરીએ Vishal Mega Mart અને Jio Financial સહિત આ શેરોમાં જોવા મળશે મોટી હલચલ, ટ્રેડિંગ પહેલા વાંચી લો આ લિસ્ટ
Vishal Mega Mart: કંપનીના પ્રમોટર સમયત સર્વિસીસ આજે બ્લોક ડીલ દ્વારા 6.5% સુધીનો હિસ્સો વેચી શકે છે.

Stocks to Watch Today: આજે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની Nvidia ના નબળા પ્રદર્શન બાદ ટેક શેરોમાં આવેલા ઘટાડાને કારણે એશિયન બજારો અને ગિફ્ટ નિફ્ટીમાં દબાણ છે.

ગઈકાલે ઘણી કંપનીઓએ મોટા કોન્ટ્રાક્ટ, નવી ડીલ અને અન્ય જાહેરાતો કરી છે, જેની સીધી અસર આજે તેમના શેરો પર જોવા મળશે. જો તમે આજે બજારમાં ટ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે નીચે આપેલા શેરો પર ખાસ નજર રાખવી જોઈએ.

આજે આ કંપનીઓના પરિણામ આવશે

આજે કેટલીક કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો (Q3 Results) જાહેર કરવા જઈ રહી છે. જેમાં NKE વ્હીલ્સ (ઈન્ડિયા), જગતજીત ઈન્ડસ્ટ્રીઝ, K&R રેલ એન્જિનિયરિંગ અને રેન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શનિવારે BF યુટિલિટીઝ અને વાસવાણી ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ પણ આવશે.

આજના ફોકસ સ્ટોક્સ

નીચે આપેલી કંપનીઓના શેરમાં આજે મોટી હલચલ જોવા મળી શકે છે:

Vishal Mega Mart: કંપનીના પ્રમોટર સમયત સર્વિસીસ આજે બ્લોક ડીલ દ્વારા 6.5% સુધીનો હિસ્સો વેચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓફરની સાઈઝ 3,507.5 કરોડ રૂપિયા હશે અને તેની ફ્લોર પ્રાઈસ 115 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો