Get App

Stocks to Watch: Dr Reddy’s, HUL અને NCC સહિત આ શેર્સ પર રાખો નજર, આજે સેન્સેક્સની એક્સપાયરી પર થશે ધમાલ

આજે શેરબજારમાં કયા શેરોમાં તેજી જોવા મળશે? Dr Reddy’s, HUL અને NCC જેવા શેરોમાં મોટી હલચલના સંકેત છે. સેન્સેક્સની એક્સપાયરી પર માર્કેટનું વલણ અને મહત્ત્વના સ્ટોક્સ વિશે જાણવા અહીં ક્લિક કરો.

MoneyControl Newsઅપડેટેડ Feb 19, 2026 પર 9:24 AM
Stocks to Watch: Dr Reddy’s, HUL અને NCC સહિત આ શેર્સ પર રાખો નજર, આજે સેન્સેક્સની એક્સપાયરી પર થશે ધમાલStocks to Watch: Dr Reddy’s, HUL અને NCC સહિત આ શેર્સ પર રાખો નજર, આજે સેન્સેક્સની એક્સપાયરી પર થશે ધમાલ
આજે બજારમાં મિક્સ્ડ સંકેતો છે. એક તરફ HUL, Dr Reddy's અને Cochin Shipyard જેવા શેરોમાં પોઝિટિવ સમાચાર છે, તો બીજી તરફ NCC અને Jindal Saw જેવા શેરોમાં નેગેટિવ ન્યૂઝ છે.

Stocks to Watch: શેરબજારમાં રોકાણ કરતા મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો પરથી લાગી રહ્યું છે કે આજે ભારતીય શેરબજારની શરૂઆત ગ્રીન ઝોનમાં એટલે કે તેજી સાથે થઈ શકે છે. જોકે, આજે ગુરુવાર હોવાથી સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, જેના કારણે બજારમાં ભારે વોલેટિલિટી અથવા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

ગઈકાલના સેશન પર નજર કરીએ તો, સેન્સેક્સ 283.29 પોઈન્ટ્સ (0.34%) વધીને 83,734.25 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 93.95 પોઈન્ટ્સ (0.37%) ના ઉછાળા સાથે 25,819.35 ના લેવલ પર બંધ રહ્યો હતો. આ પોઝિટિવ માહોલ વચ્ચે આજે અમુક ચોક્કસ કંપનીઓમાં કોર્પોરેટ એક્ટિવિટીને કારણે મોટી હલચલ જોવા મળી શકે છે.

ચાલો જાણીએ કે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે આજે કયા સ્ટોક્સ પર તમારે ખાસ નજર રાખવી જોઈએ.

આ કંપનીઓના આવશે આજે રિઝલ્ટ

આજે કમાણીની મોસમમાં કેટલીક કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. જેમાં મુખ્યત્વે એબીબી ઈન્ડિયા (ABB India), સીઆઈઈ ઓટોમોટિવ ઈન્ડિયા, મહેશ ડેવલપર્સ અને સત્વ સુકુન લાઈફકેર નો સમાવેશ થાય છે. આ શેરોમાં પરિણામોના આધારે મુવમેન્ટ જોવા મળી શકે છે.

આજે ફોકસમાં રહેનારા મુખ્ય સ્ટોક્સ

1. Dr Reddy’s Laboratories

બધા સમાચાર

+ વધુુ વાંચો