Stocks to Watch: એશિયન બજારોમાંથી મળી રહેલા મિશ્ર સંકેતો વચ્ચે, આજે ગિફ્ટ નિફ્ટી તરફથી ભારતીય શેરબજાર માટે લાલ નિશાનમાં ખુલવાના સંકેતો મળી રહ્યા છે. હાલમાં ગિફ્ટ નિફ્ટી 83.50 પોઈન્ટ્સ 0.33%ના ઘટાડા સાથે 24,223.00ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી હોવાથી માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો સ્થિર રાખવાના નિર્ણયની અસર પણ આજે બજાર પર જોવા મળી શકે છે.

