Get App

Stocks to watch today: આજના દિવસે શેરબજારમાં મચશે આ સ્ટોક મચાવશે હાહાકાર! રિલાયન્સ, LIC અને SBI સહિત આ શેરો પર રાખજો નજર

Stocks to watch today: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ગિફ્ટ નિફ્ટીના સંકેતોથી આજે શેરબજારમાં મોટા કડાકાની શક્યતા છે. રિલાયન્સ, LIC, SBI અને HAL સહિતના આજના ટોપ ટ્રેડિંગ શેર્સનું લિસ્ટ જુઓ.

MoneyControl Newsઅપડેટેડ Mar 04, 2026 પર 9:19 AM
Stocks to watch today: આજના દિવસે શેરબજારમાં મચશે આ સ્ટોક મચાવશે હાહાકાર! રિલાયન્સ, LIC અને SBI સહિત આ શેરો પર રાખજો નજરStocks to watch today: આજના દિવસે શેરબજારમાં મચશે આ સ્ટોક મચાવશે હાહાકાર! રિલાયન્સ, LIC અને SBI સહિત આ શેરો પર રાખજો નજર
Stocks to watch today: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ગિફ્ટ નિફ્ટીના સંકેતોથી આજે શેરબજારમાં મોટા કડાકાની ભીતિ

Stocks to watch today: વૈશ્વિક બજારમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે દુનિયાભરના શેરબજારો પર સ્પષ્ટ દેખાઈ રહી છે. મિડલ ઈસ્ટના આ તણાવ વચ્ચે ભારતીય શેરબજાર માટે પણ ગેપ ડાઉન’ ઓપનિંગ થઇ છે.

ગયા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો, નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ (Sensex) 1048.34 પોઈન્ટ (1.29%) ઘટીને 80,238.85 ની સપાટીએ અને નિફ્ટી 50 (Nifty 50) 312.95 પોઈન્ટ (1.24%) ના ઘટાડા સાથે 24,865.70 પર બંધ થયો હતો. આજે બજારમાં અમુક કંપનીઓની કોર્પોરેટ એક્ટિવિટીઝ અને ફેબ્રુઆરીના વેચાણના આંકડાઓને કારણે ભારે હલચલ જોવા મળી શકે છે. ચાલો જાણીએ આજે કયા શેરો પર નજર રાખવી જોઈએ.

આજના ટોપ સ્ટોક્સ: જેમના પર રહેશે સૌની નજર

Reliance Industries (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ): જિયો પ્લેટફોર્મ્સે ડેન બેલીને પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ કંપનીના ઈન્ટરનેશનલ બિઝનેસની કમાન સંભાળશે. લંડનમાં બેસીને કામ કરતા ડેન હવે રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીને રિપોર્ટ કરશે. આ અગાઉ તેઓ ડ્યુશ બેંકમાં કામ કરી ચૂક્યા છે.

Hindustan Aeronautics Ltd (HAL): સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે 6 એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર અને નેવી માટે મિસાઇલ સિસ્ટમ તૈયાર કરવા HAL સાથે 5083 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ કર્યો છે.

Dabur India (ડાબર ઇન્ડિયા): ડાબર ઇન્ડિયાએ નવી પેઢીની લક્ઝરી સ્કીનકેર કંપની RAS Beauty માં માઈનોરિટી હિસ્સો ખરીદવા માટે 60 કરોડનો કરાર કર્યો છે.

JSW Cement (જેએસડબ્લ્યુ સિમેન્ટ): કંપનીએ આસામમાં 200 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા બે ચૂનાના પથ્થર (લાઇમસ્ટોન) બ્લોક માટે માઇનિંગ લીઝની બોલી જીતી લીધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો