Share Market Rally: આજે શેરબજારમાં રોકાણકારો માટે જાણે દિવાળી આવી ગઈ હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ શરૂઆતના માત્ર 5 સેકન્ડમાં રોકાણકારો પર ધનની વર્ષા થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. રિયલ્ટી અને પીએસયુ (PSU) બેન્કોના શાનદાર પ્રદર્શનના કારણે બજાર ખુલતા જ રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડથી વધુનો સીધો વધારો થયો છે.

