Get App

શેરબજારમાં અજીબ ખેલ: Niftyમાં મોટો કડાકો અને Sensexમાં 500 પોઈન્ટનો ઉછાળો, જાણો આ મોટા ગેપ પાછળનું સાચું કારણ

Nifty big fall but Sensex Green: આજના શેરબજારમાં નિફ્ટી અડધો ટકો તૂટ્યો જ્યારે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. જાણો SEBI ના નવા નિયમ અને NSE ના ટાઇમિંગ બદલાવાના કારણે બજારમાં આટલો મોટો તફાવત કેમ આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2026 પર 9:58 AM
શેરબજારમાં અજીબ ખેલ: Niftyમાં મોટો કડાકો અને Sensexમાં 500 પોઈન્ટનો ઉછાળો, જાણો આ મોટા ગેપ પાછળનું સાચું કારણશેરબજારમાં અજીબ ખેલ: Niftyમાં મોટો કડાકો અને Sensexમાં 500 પોઈન્ટનો ઉછાળો, જાણો આ મોટા ગેપ પાછળનું સાચું કારણ
બંને ઇન્ડેક્સ વચ્ચે તેજી કે ઘટાડાનો તફાવત ખૂબ જ સામાન્ય રહેતો હોય છે. પરંતુ આજે માર્કેટમાં કંઈક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Nifty big fall but Sensex Green: સામાન્ય રીતે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટાભાગે એકસાથે ઉપર ચડતા હોય છે અથવા નીચે પડતા હોય છે. બંને ઇન્ડેક્સ વચ્ચે તેજી કે ઘટાડાનો તફાવત ખૂબ જ સામાન્ય રહેતો હોય છે. પરંતુ આજે માર્કેટમાં કંઈક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

આજે શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ લીલા નિશાનમાં જોવા મળ્યો, જ્યારે નિફ્ટી લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયો હતો. નિફ્ટી ખુલતાની સાથે જ અડધા ટકાથી વધુ તૂટી ગયો હતો, જ્યારે બીજી તરફ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

આજના બજારની સ્થિતિ (સવારે 09:23 વાગ્યા સુધીના આંકડા)

Sensex: 192.71 પોઈન્ટ (0.25%)ના વધારા સાથે 78,831.74 ના સ્તર પર હતો. શરૂઆતી કારોબારમાં તે 504.12 પોઈન્ટ ઉછળીને 79,143.15 ની ટોચે પહોંચ્યો હતો.

Nifty: 150.60 પોઈન્ટ (0.61%) તૂટીને 24,623.70ના સ્તર પર હતો. શરૂઆતી કારોબારમાં તે 184.45 પોઈન્ટ ગગડીને 24,589.85 પર આવી ગયો હતો.

નિફ્ટી અને સેન્સેક્સ વચ્ચે આટલો મોટો તફાવત કેમ?

બંને ઇન્ડેક્સ વચ્ચે જોવા મળેલા આ મોટા ગેપ પાછળ એક નવો નિયમ જવાબદાર છે. ગત ટ્રેડિંગ સેશનમાં 3 ઓગસ્ટના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ એ ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટ માટે ટ્રેડિંગનો સમય 10 મિનિટ વધારી દીધો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો