Get App

Tata Elxsi Share Price: ટાટા ગ્રુપના આ શેરમાં 4%નો મોટો કડાકો, મોર્ગન સ્ટેનલીએ ટાર્ગેટમાં કર્યો 21%નો ઘટાડો; જાણો શું છે કારણ?

Tata Elxsi Share Price: ટાટા એલેક્સીના શેરમાં આજે 4%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ નેગેટિવ રેટિંગ આપી ટાર્ગેટ ઘટાડ્યો છે. જાણો Q4 પરિણામો અને શેરના ભવિષ્ય વિશેની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Apr 22, 2026 પર 11:46 AM
Tata Elxsi Share Price: ટાટા ગ્રુપના આ શેરમાં 4%નો મોટો કડાકો, મોર્ગન સ્ટેનલીએ ટાર્ગેટમાં કર્યો 21%નો ઘટાડો; જાણો શું છે કારણ?Tata Elxsi Share Price: ટાટા ગ્રુપના આ શેરમાં 4%નો મોટો કડાકો, મોર્ગન સ્ટેનલીએ ટાર્ગેટમાં કર્યો 21%નો ઘટાડો; જાણો શું છે કારણ?
Tata Elxsi Share Price: ટાટા એલેક્સીના શેરમાં આજે 4%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

Tata Elxsi Share Price: ટાટા ગ્રુપની જાણીતી એન્જિનિયરિંગ રિસર્ચ અને ડેવલપમેન્ટ કંપની ટાટા એલેક્સી (Tata Elxsi)ના રોકાણકારો માટે આજે મુશ્કેલ દિવસ રહ્યો છે. બુધવારે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં 4%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ દિગ્ગજ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ અને કંપનીના મિશ્ર Q4 પરિણામો માનવામાં આવે છે.

મોર્ગન સ્ટેનલીએ ટાર્ગેટમાં કર્યો મોટો ઘટાડો

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ટાટા એલેક્સી પર પોતાનું વલણ કડક કર્યું છે. બ્રોકરેજે આ શેર પર ‘અન્ડરવેઈટ' (Underweight) રેટિંગ આપી છે અને તેનો પ્રાઈસ ટાર્ગેટ 21% ઘટાડીને 5,350 થી સીધો 4,200 કરી દીધો છે. બ્રોકરેજનું માનવું છે કે કંપનીનું ચોથા ક્વાર્ટરનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.

કેવા રહ્યા Q4FY26 ના પરિણામો?

ટાટા એલેક્સીએ તાજેતરમાં તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જેમાં કેટલીક સારી અને કેટલીક નબળી બાબતો સામે આવી છે:

નફો: કંપનીનો ચોખ્ખો નફો (Net Profit) બમણો વધીને 220 કરોડ થયો છે. નોંધનીય છે કે અગાઉના ક્વાર્ટરમાં (Q3) લેબર કોડમાં ફેરફારને કારણે થયેલા નુકસાનને લીધે પ્રોફિટ માત્ર 109 કરોડ હતો.

રેવન્યુ ગ્રોથ: રેવન્યુના મોરચે કંપની પાછળ રહી છે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ 0.9% રહ્યો છે, જે બજારના 1.5% ના અંદાજ કરતા ઓછો છે. હેલ્થકેર સેગમેન્ટમાં નબળાઈ આ પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો