Get App

Trent Q4 Results: ટાટા ગ્રુપની કંપનીએ કરી કમાલ, નફામાં 30%નો ઉછાળો, રોકાણકારોને મળશે બોનસ શેર અને ડિવિડન્ડ

ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટએ ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. નફામાં 32.5% ના વધારા સાથે કંપનીએ બોનસ શેર અને 6 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 22, 2026 પર 5:10 PM
Trent Q4 Results: ટાટા ગ્રુપની કંપનીએ કરી કમાલ, નફામાં 30%નો ઉછાળો, રોકાણકારોને મળશે બોનસ શેર અને ડિવિડન્ડTrent Q4 Results: ટાટા ગ્રુપની કંપનીએ કરી કમાલ, નફામાં 30%નો ઉછાળો, રોકાણકારોને મળશે બોનસ શેર અને ડિવિડન્ડ
માર્ચ ક્વાર્ટર દરમિયાન ટ્રેન્ટનો ચોખ્ખો નફો (Net Profit) વાર્ષિક ધોરણે 32.5% વધીને 413 કરોડ રૂપિયા રહ્યો છે, જે બજારના 375 કરોડ રૂપિયાના અંદાજ કરતા ઘણો વધારે છે.

Trent Q4 Results: ટાટા ગ્રુપની દિગ્ગજ રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડએ બુધવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ અપેક્ષા કરતા વધુ સારો નફો નોંધાવ્યો છે. તેની સાથે જ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રોકાણકારો માટે બોનસ શેર અને ડિવિડન્ડની ભેટ આપીને બમણી ખુશી આપી છે.

નફો અને આવકમાં નોંધપાત્ર વધારો

માર્ચ ક્વાર્ટર દરમિયાન ટ્રેન્ટનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 32.5% વધીને 413 કરોડ રૂપિયા રહ્યો છે, જે બજારના 375 કરોડ રૂપિયાના અંદાજ કરતા ઘણો વધારે છે. કંપનીની આવક પણ 19.2% ના ઉછાળા સાથે 5,028 કરોડ રૂપિયા નોંધાઈ છે. આખા નાણાકીય વર્ષ FY26 ની વાત કરીએ તો, કંપનીનું કુલ રેવેન્યુ 18% વધીને 19,701 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

બોનસ શેર અને ડિવિડન્ડની લોટરી

પરિણામોની સાથે કંપનીએ રોકાણકારો માટે મોટી જાહેરાત કરી છે.

બોનસ શેર: કંપનીએ 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે, જે શેરધારક પાસે કંપનીના 2 શેર હશે, તેમને 1 વધારાનો શેર બોનસ તરીકે મળશે.

ડિવિડન્ડ: નાણાકીય વર્ષ FY26 માટે 6 રૂપિયા પ્રતિ શેર ના ફાઈનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ બંને માટે શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો