Tata Group News: ટાટા ગ્રુપની કંપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ (TAS) મોરોક્કોમાં ઉત્પાદન સુવિધા સ્થાપવા જઈ રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલી વાર હશે જ્યારે કોઈ ભારતીય કંપની વિદેશી ધરતી પર ડિફેંસ ઉત્પાદન સુવિધા સ્થાપશે. ટાટાની આ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવશે. તેઓ 22 સપ્ટેમ્બરથી ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોની બે દિવસીય મુલાકાતે છે. વિદેશી ધરતી પર પ્રથમ સંરક્ષણ ઉત્પાદન સુવિધા આ ક્ષેત્રમાં ભારતના વધતા વૈશ્વિક પ્રભુત્વને પ્રતિબિંબિત કરે છે. મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર ધ વર્લ્ડ સુધી આ એક મોટું પગલું છે.