Tata Tech Share Price: ટાટા ગ્રુપની કંપની Tata Technologiesના શેરમાં ગુરુવાર, 15 ઓક્ટોબરના રોજ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં શેર BSE પર 8% સુધી ઉછળીને ₹808ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ શેરમાં આવેલી વેચવાલીને કારણે તેજી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી અને શેર લાલ નિશાનમાં સરકી ગયો હતો. બ્રોકરેજ ફર્મ દ્વારા શેર પર વેચવાલીની સલાહ આપવામાં આવ્યા બાદ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

