Get App

વર્ષ 2026નો ત્રીજો સૌથી ખરાબ સ્મોલકેપ શેર હવે બન્યો રોકેટ, નવા CEO ના નામની જાહેરાત થતા જ 20%ની અપર સર્કિટ

ફાર્મા કંપની Cohance Lifesciences ના શેરમાં 20% નો ઉછાળો જોવા મળ્યો છે. સિપ્લાના પૂર્વ CEO ઉમંગ વોહરા હવે આ કંપનીની કમાન સંભાળશે. શું આ શેરમાં તેજી ચાલુ રહેશે? વાંચો સંપૂર્ણ અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Apr 27, 2026 પર 12:58 PM
વર્ષ 2026નો ત્રીજો સૌથી ખરાબ સ્મોલકેપ શેર હવે બન્યો રોકેટ, નવા CEO ના નામની જાહેરાત થતા જ 20%ની અપર સર્કિટવર્ષ 2026નો ત્રીજો સૌથી ખરાબ સ્મોલકેપ શેર હવે બન્યો રોકેટ, નવા CEO ના નામની જાહેરાત થતા જ 20%ની અપર સર્કિટ
કંપનીની ચમક વધવા પાછળનું મુખ્ય કારણ ઉમંગ વોહરાની નિમણૂક છે. કંપનીએ જાહેરાત કરી છે કે ઉમંગ વોહરા નવા એક્ઝિક્યુટિવ ચેરમેન અને ગ્રુપ CEO તરીકે જવાબદારી સંભાળશે.

શેરબજારમાં ક્યારેક એક સમાચાર આખા શેરનું નસીબ બદલી નાખતા હોય છે. આવું જ કંઈક ફાર્મા કંપની 'કોહન્સ લાઈફસાયન્સીસ' (Cohance Lifesciences) ના કિસ્સામાં બન્યું છે. વર્ષ 2026 માં અત્યાર સુધી નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં ત્રીજા નંબરનો સૌથી ખરાબ દેખાવ કરનારો આ શેર આજે રોકેટની ગતિએ ઉછળ્યો છે. કંપનીએ નવા નેતૃત્વની જાહેરાત કરતા જ રોકાણકારો આ શેર ખરીદવા માટે તૂટી પડ્યા હતા.

20% ની અપર સર્કિટ સાથે જોરદાર રિકવરી

સોમવારે કોહન્સ લાઈફસાયન્સીસના શેરમાં 20% ની અપર સર્કિટ લાગી હતી. આ ઉછાળા સાથે શેરનો ભાવ વધીને 432.70 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ વર્ષે 2026 માં આ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજની એક જ દિવસની તેજીએ વર્ષના કુલ ઘટાડાની લગભગ અડધી રિકવરી કરી લીધી છે. ગત શુક્રવાર સુધી આ શેર આ વર્ષે 31% જેટલો તૂટેલો હતો, જે હવે રિકવર થઈને 20% ની આસપાસ નેગેટિવ રહ્યો છે.

કોણ છે ઉમંગ વોહરા? જેમના નામથી શેરમાં તેજી આવી

કંપનીની ચમક વધવા પાછળનું મુખ્ય કારણ ઉમંગ વોહરાની નિમણૂક છે. કંપનીએ જાહેરાત કરી છે કે ઉમંગ વોહરા નવા એક્ઝિક્યુટિવ ચેરમેન અને ગ્રુપ CEO તરીકે જવાબદારી સંભાળશે.

તેઓ 1 મે 2026 થી એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે.

20 મે 2026 થી તેઓ ગ્રુપ CEO નો પદભાર સંભાળશે.ઉમંગ વોહરા ફાર્મા સેક્ટરમાં જાણીતું નામ છે. તેઓ અગાઉ સિપ્લાના ગ્રુપ CEO હતા. ઓક્ટોબર 2025 માં તેમણે સિપ્લામાંથી રાજીનામું આપ્યું હતું અને 31 માર્ચ 2026 ના રોજ તેમનો નોટિસ પિરિયડ પૂરો થયો હતો. કંપનીના હાલના ચેરમેન વિવેક શર્મા અંગત કારણોસર પદ છોડી રહ્યા છે, જોકે તેઓ આગામી 9 મહિના સુધી સલાહકાર તરીકે કંપની સાથે જોડાયેલા રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો