Top Trading Picks : 11 ઓગસ્ટના રોજ ગ્લોબલ માર્કેટમાંથી મળેલા નબળા સંકેતો અને બેન્કિંગ શેર્સમાં જોવા મળેલા દબાણને કારણે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. સવારે 9:45 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 341.60 પોઈન્ટ 0.43%ના ઘટાડા સાથે 78,200.84 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 98.40 પોઈન્ટ 0.40% ઘટીને 24,485.40 પર જોવા મળ્યો હતો. બજારની આવી નબળી સ્થિતિમાં રોકાણકારો મુંઝવણમાં છે, ત્યારે manasjaiswal.com ના માર્કેટ એક્સપર્ટ માનસ જાયસ્વાલે માર્કેટના ટ્રેન્ડ અને કમાણી કરાવી શકે તેવા 2 ખાસ શેર્સ વિશે મહત્વની માહિતી આપી છે.

