Get App

ગૌતમ અદાણી માટે અમેરિકાથી આવ્યા મોટા સમાચાર: લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ, જાણો કોર્ટે શું કહ્યું?

US Court dismisses Adani case: ગૌતમ અદાણી માટે અમેરિકાથી મોટી રાહત. ન્યૂયોર્ક કોર્ટે ગૌતમ અને સાગર અદાણી સામેના લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ કર્યા. જાણો આ ઐતિહાસિક નિર્ણયની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Aug 11, 2026 પર 10:11 AM
ગૌતમ અદાણી માટે અમેરિકાથી આવ્યા મોટા સમાચાર: લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ, જાણો કોર્ટે શું કહ્યું?ગૌતમ અદાણી માટે અમેરિકાથી આવ્યા મોટા સમાચાર: લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ, જાણો કોર્ટે શું કહ્યું?
ન્યૂયોર્ક કોર્ટે ગૌતમ અને સાગર અદાણી સામેના લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ કર્યા.

US Court dismisses Adani case: અદાણી ગ્રુપ અને તેના ચેરમેન ગૌતમ અદાણી માટે અમેરિકાથી અત્યંત રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન કોર્ટે ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના તમામ ગુનાહિત આરોપોને સત્તાવાર રીતે ફગાવી દીધા છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે અદાણી ગ્રુપની છબી વધુ મજબૂત બની છે અને તેમના પર લટકતી તલવાર દૂર થઈ છે.

કોર્ટે કેસ કાયમ માટે બંધ કર્યો

ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. તેમણે ફેડરલ પ્રોસિક્યુટર્સ ને અદાણી સામેના આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપીને આ કેસને કાયમી ધોરણે બંધ કરી દીધો છે. જજે જાહેર હિત અને કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખીને વકીલો પાસે કેસ પાછો ખેંચવાનું કારણ માંગ્યું હતું, જેના જવાબથી સંતુષ્ટ થઈને આ નિર્ણય લેવાયો છે.

ગૌતમ અદાણીની પ્રતિક્રિયા: ‘સત્યની જીત થઈ'

આ ઐતિહાસિક નિર્ણય બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે અમેરિકન ન્યાયપ્રણાલી પ્રત્યે આદર વ્યક્ત કરતા લખ્યું કે, આવા મુશ્કેલ અને પડકારજનક સમયમાં પણ સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસન પર તેમનો વિશ્વાસ હંમેશાં અડીખમ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો