Get App

Stocks to Watch: નિફ્ટીની એક્સપાયરી પર આ સ્ટોક્સમાં જોવા મળશે તેજી, વેદાંતા અને JSW સ્ટીલ પર રહેશે ખાસ નજર

નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે આજે ભારતીય શેરબજારમાં પોઝિટિવ શરૂઆતના સંકેત છે. PNB Housing, JSW Steel અને Vedanta જેવા શેરોમાં મોટી હલચલ જોવા મળી શકે છે. જાણો આજની ખાસ સ્ટ્રેટેજી.

MoneyControl Newsઅપડેટેડ Apr 21, 2026 પર 8:49 AM
Stocks to Watch: નિફ્ટીની એક્સપાયરી પર આ સ્ટોક્સમાં જોવા મળશે તેજી, વેદાંતા અને JSW સ્ટીલ પર રહેશે ખાસ નજરStocks to Watch: નિફ્ટીની એક્સપાયરી પર આ સ્ટોક્સમાં જોવા મળશે તેજી, વેદાંતા અને JSW સ્ટીલ પર રહેશે ખાસ નજર
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને સનટેક રિયલ્ટી જેવી કંપનીઓ પર પણ રોકાણકારોની નજર રહેશે.

Stocks to Watch: વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સારા સંકેતોને કારણે આજે ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી શકે છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશા વધતા કાચા તેલના ભાવમાં નરમાશ આવી છે, જેની સીધી અસર ગિફ્ટ નિફ્ટી પર જોવા મળી રહી છે. આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હોવાથી માર્કેટમાં ઉતાર-ચઢાવ અને તેજી બંનેની શક્યતા છે.

ગઈકાલે એટલે કે 20 એપ્રિલના રોજ સેન્સેક્સ 78,520.30 અને નિફ્ટી 24,364.85 ના સ્તર પર નજીવા વધારા સાથે બંધ થયા હતા. આજે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં કેટલાક ખાસ કોર્પોરેટ અપડેટ્સને કારણે અમુક શેરોમાં એક્શન જોવા મળી શકે છે.

આજે આ કંપનીઓના પરિણામો પર રહેશે નજર

આજે માર્કેટમાં અનેક દિગ્ગજ કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની છે, જેમાં મુખ્યત્વે, HCL ટેકનોલોજી, નેસ્લે ઇન્ડિયા અને ટાટા એલ્ક્સી. આ ઉપરાંત પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને સનટેક રિયલ્ટી જેવી કંપનીઓ પર પણ રોકાણકારોની નજર રહેશે.

પરિણામો બાદ આ શેરોમાં હલચલ વધશે

PNB Housing Finance: કંપનીનો નફો વાર્ષિક ધોરણે 14.4% વધીને 648.7 કરોડ રૂપિયા થયો છે. સાથે જ કંપનીએ 8 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

NELCO: આ કંપની ખોટમાંથી નફામાં આવી છે, જે શેર માટે પોઝિટિવ ગણી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો