યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ક્રિપ્ટોકરન્સી ટ્રમ્પ મેમ કોઈન ($TRUMP) એ ઇન્વેસ્ટર્સને બરબાદ કરી દીધા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તેની કિંમતમાં 24 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સોમવારે રાત્રે 8 વાગ્યે તેની કિંમત $17થી નીચે આવી ગઈ હતી. જો કે, કેટલાકે તેમાંથી લગભગ $100 મિલિયન (આશરે રુપિયા 870 કરોડ)ની કમાણી કરી છે. તેને 17 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે લોન્ચ થતાંની સાથે જ તેણે ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં તોફાન મચાવી દીધું. થોડા કલાકોમાં તે લગભગ 8000 ટકા વધી ગયો હતો. પરંતુ હવે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે, તે તેના ઓલટાઇમ હાઇની તુલનામાં 75 ટકાથી વધુ ઘટ્યો હતો.