Get App

US Fed Meeting: અમેરિકામાં વ્યાજ દરો યથાવત, જાણો ભારતીય શેરબજાર પર શું થશે અસર અને Gift Niftyના સંકેત

Gift Nifty Indicator: US Fed દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરાતા ભારતીય શેરબજાર પર તેની શું અસર થશે? ગિફ્ટ નિફ્ટીના આજના સંકેતો અને એક્સપર્ટ્સની સલાહ જાણો.

MoneyControl Newsઅપડેટેડ Jul 30, 2026 પર 8:56 AM
US Fed Meeting: અમેરિકામાં વ્યાજ દરો યથાવત, જાણો ભારતીય શેરબજાર પર શું થશે અસર અને Gift Niftyના સંકેતUS Fed Meeting: અમેરિકામાં વ્યાજ દરો યથાવત, જાણો ભારતીય શેરબજાર પર શું થશે અસર અને Gift Niftyના સંકેત
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો છતાં, હાલ પૂરતી ક્રૂડ ઓઇલની કિંમતોમાં થોડો ઘટાડો નોંધાયો છે.

Gift Nifty Indicator: બુધવારે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી, પરંતુ ગુરુવારે બજારની શરૂઆત થોડી સુસ્ત અને સામાન્ય ઘટાડા સાથે થઈ શકે છે. અમેરિકાના બજારોમાં રાતોરાત થયેલી ભારે વેચવાલી અને US Federal Reserveના નિર્ણય બાદ, આજે સવારે 8 વાગ્યાની આસપાસ GIFT Nifty 88 પોઈન્ટ 0.36% ઘટીને 24,215 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ આંકડાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે આજે Nifty 50 બુધવારના ક્લોઝિંગ લેવલ 24,250.20થી નીચે ખૂલી શકે છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે Sensex 888.68 પોઈન્ટ ઉછળીને 77,654.60 પર અને Nifty 264.85 પોઈન્ટ વધીને 24,250.20 પર બંધ થયો હતો.

US ફેડ મીટિંગનો નિર્ણય

અમેરિકાની સેન્ટ્રલ બેન્કની બે દિવસીય મીટિંગ પૂરી થઈ ગઈ છે. અપેક્ષા મુજબ, ચેરમેન કેવિન વૉર્શના નેતૃત્વમાં વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સતત પાંચમી વખત ફેડરલ રિઝર્વે પોતાના બેન્ચમાર્ક વ્યાજ દરો 3.50% થી 3.75% ની રેન્જમાં જાળવી રાખ્યા છે. મોંઘવારી અને આર્થિક વિકાસના આંકડાઓ જોયા બાદ જ ભવિષ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવશે.

વૈશ્વિક અને એશિયન બજારોની સ્થિતિ

અમેરિકન બજાર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ થતા ખર્ચ અંગે રોકાણકારોની ચિંતા વધી છે. જેને કારણે અમેરિકામાં ટેકનોલોજી શેરોમાં ભારે કડાકો બોલ્યો છે. Dow Jones 2.19%, S&P 500 1.52% અને Nasdaq 1.74% ના મોટા ઘટાડા સાથે બંધ થયા હતા.

એશિયન બજાર: બીજી તરફ એશિયન બજારોમાં આજે સારો માહોલ છે. જાપાનના Nikkei માં 2% નો ઉછાળો આવ્યો છે અને દક્ષિણ કોરિયાના Kospi માં 4% ની શાનદાર રિકવરી જોવા મળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો