US Market Crash: વૈશ્વિક બજાર માટે હાલનો સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. મધ્ય પૂર્વ (Middle East)માં ચાલી રહેલા સંઘર્ષ અને ખાસ કરીને ઈરાન યુદ્ધ લાંબુ ખેંચાવાની દહેશત હવે સીધી રીતે શેરબજાર પર દેખાઈ રહી છે. આ વધતી ચિંતાઓના કારણે અમેરિકાના પ્રમુખ ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સપ્ટેમ્બર મહિના પછીના તેમના સૌથી નીચલા સ્તરે ગગડી ગયા છે. રોકાણકારોમાં એક પ્રકારનો ગભરાટ ફેલાયો છે અને વર્ષ 2026 ના આર્થિક અનુમાનો પર પણ આ યુદ્ધની નકારાત્મક અસર પડતી જોવા મળી રહી છે.

