તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતી વલણોએ આજે શેરબજારમાં મોટી હલચલ મચાવી દીધી છે. દક્ષિણ ભારતના દિગ્ગજ મીડિયા હાઉસ સન ટીવી નેટવર્ક (Sun TV Network) ના શેરમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. ચૂંટણીના રુઝાનમાં સત્તાધારી ડીએમકે (DMK) ગઠબંધન પાછળ રહેતા જ સન ટીવીના શેર 9% થી વધુ તૂટ્યા હતા.

