Voda Idea Share Price: શેરબજારમાં લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલી દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા પર હવે ધીમે ધીમે રોકાણકારોનો ભરોસો પાછો ફરી રહ્યો છે. બે મોટા પોઝિટિવ સમાચારોના કારણે આજે આ કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને શેર એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, ઉપલા મથાળે નફાવસૂલી આવતા શેર થોડો નીચે આવ્યો હતો.

