Welspun Enterprises Share Price: ગામડાથી લઈને શહેરો સુધી PPP મોડલ હેઠળ રોડ, હાઈવે અને વેસ્ટવોટર પ્રોજેક્ટ્સ પર કામ કરતી વેલ્સપન એન્ટરપ્રાઇઝિસની સબસિડિયરીને બે મોટા ઓર્ડર મળ્યા છે. ₹352 કરોડથી વધુના આ ઓર્ડરની જાહેરાત બાદ કંપનીના શેરમાં શરૂઆતમાં તેજી જોવા મળી અને શેર રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ ઉપરના સ્તરે ભારે પ્રોફિટ બુકિંગને કારણે શેર રેડ ઝોનમાં આવી ગયો હતો.

