Trading Plan: શેરબજારમાં આજે ટ્રેડિંગ કરતા પહેલા બજારની દિશા અને લેવલ્સ સમજવા ખૂબ જ જરૂરી છે. માર્કેટ એક્સપર્ટ્સના મતે, જ્યાં સુધી નિફ્ટી ઉપરની તરફ 24,800 ની સપાટી પાર નથી કરતો, ત્યાં સુધી બજાર એક જ રેન્જમાં અટવાયેલું રહેશે. પરંતુ જો આ દીવાલ તૂટશે, તો નિફ્ટી માટે સીધો 25,000 નો રસ્તો ખુલી જશે. આજે આપણે SBI સિક્યોરિટીઝના હેડ-ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચ, સુદીપ શાહ પાસેથી જાણીશું કે આજે નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં કયા લેવલ પર નજર રાખીને કમાણી કરી શકાય છે.

