Get App

1 શેરના બદલે મળશે 10 શેર: પ્લાસ્ટિક ફર્નિચર બનાવતી આ કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત, 5 મે છે રેકોર્ડ ડેટ

Avro India Stock Split: પ્લાસ્ટિક ફર્નિચર ક્ષેત્રની જાણીતી કંપની એવરો ઈન્ડિયા (Avro India) એ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપની 1 શેરના 10 ટુકડા કરશે. જાણો કઈ તારીખ છે રેકોર્ડ ડેટ અને શું છે કંપનીની આર્થિક સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Apr 26, 2026 પર 11:28 AM
1 શેરના બદલે મળશે 10 શેર: પ્લાસ્ટિક ફર્નિચર બનાવતી આ કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત, 5 મે છે રેકોર્ડ ડેટ1 શેરના બદલે મળશે 10 શેર: પ્લાસ્ટિક ફર્નિચર બનાવતી આ કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત, 5 મે છે રેકોર્ડ ડેટ
Avro India Stock Split: પ્લાસ્ટિક ફર્નિચર ક્ષેત્રની જાણીતી કંપની એવરો ઈન્ડિયા (Avro India) એ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે.

Avro India Stock Split: ભારતીય શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે કામના સમાચાર છે. પ્લાસ્ટિક ફર્નિચર બનાવતી કંપની એવરો ઈન્ડિયા (Avro India) એ તેના શેરધારકોને મોટી ભેટ આપતા સ્ટોક સ્પ્લિટ (Stock Split) કરવાની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:10 ના રેશિયોમાં શેર વિભાજનને મંજૂરી આપી દીધી છે.

1 શેરના થશે 10 ટુકડા

એવરો ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, કંપનીના વર્તમાન 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા એક શેરને 1 રૂપિયો ફેસ વેલ્યુ ધરાવતા 10 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે. આ નિર્ણયથી બજારમાં શેરની લિક્વિડિટી વધશે અને નાના રોકાણકારો માટે શેર ખરીદવો સરળ બનશે.

રેકોર્ડ ડેટ નોંધી લેજો

કંપનીએ આ સ્ટોક સ્પ્લિટ માટે 5 મે ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આનો અર્થ એ છે કે, જે રોકાણકારોના નામ 5 મે સુધીમાં કંપનીના રજિસ્ટર અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં હશે, તેમને જ આ સ્ટોક સ્પ્લિટનો લાભ મળશે.

કંપની વિશે ખાસ જાણવા જેવું

જૂનું નામ: એવરો ઈન્ડિયાનું જૂનું નામ એવન મોલ્ડપ્લાસ્ટ લિમિટેડ હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો