DSP Mutual Fund: શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે એક સારા સમાચાર છે. DSP મ્યુચ્યુઅલ ફંડે ભારતના મિડકેપ અને સ્મોલ-કેપ માર્કેટને ટ્રેક કરતી ચાર નવી પેસિવ સ્કીમ્સ રજૂ કરી છે. આમાં DSP Nifty Midcap 150 Index Fund, DSP Nifty Midcap 150 ETF, DSP Nifty Smallcap 250 Index Fund અને DSP Nifty Smallcap 250 ETFનો સમાવેશ થાય છે. આ ફંડ્સ Nifty Midcap 150 અને Nifty Smallcap 250 ઇન્ડેક્સને ટ્રેક કરશે અને લાંબા ગાળે સારા વળતર સાથે ઓછો ઓવરલેપ જેવી સુવિધા આપશે. આ ચારેય સ્કીમ્સનો ન્યૂ ફંડ ઓફર (NFO) 24 નવેમ્બર, 2023 થી 8 ડિસેમ્બર, 2023 સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે.

