જો તમે ઈચ્છતા હોવ કે તમારા પૈસા એકદમ સુરક્ષિત પણ રહે અને તેના પર બેંક FD કરતા 1.5%થી 3% જેટલું વધારે રિટર્ન પણ મળે, તો LIC Mutual Fundની ‘લો-રિસ્ક' સ્કીમ્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
LIC Mutual Fund: ભારતીય રોકાણકારો માટે ‘સુરક્ષા' અને ‘LIC' જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. જ્યારે પણ પરસેવાની કમાણી ક્યાંક રોકવાની વાત આવે, ત્યારે મોટાભાગના લોકો કોઈપણ જાતના રિસ્ક વગર ફિક્સ્ડ ડિપોઝિટ (Bank FD)નો રસ્તો પસંદ કરે છે. પરંતુ આજના મોંઘવારીના જમાનામાં માત્ર FDના ભરોસે બેસી રહેવું તમારી બચતની અસલી વેલ્યુ ઘટાડી શકે છે.
જો તમે ઈચ્છતા હોવ કે તમારા પૈસા એકદમ સુરક્ષિત પણ રહે અને તેના પર બેંક FD કરતા 1.5%થી 3% જેટલું વધારે રિટર્ન પણ મળે, તો LIC Mutual Fundની ‘લો-રિસ્ક' સ્કીમ્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
શેરબજારના મોટા ઉતાર-ચઢાવથી દૂર, LIC મ્યુચ્યુઅલ ફંડની આ 4 ખાસ સ્કીમ્સ એવા રોકાણકારો માટે જ ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ ઓછા જોખમે પોતાની વેલ્થ વધારવા માંગે છે. ચાલો આ ચારેય સ્કીમ્સને સરળ ભાષામાં સમજીએ:
1. LIC MF Banking & PSU Debt Fund
જો તમારે તમારા પૈસા પર સહેજ પણ રિસ્ક નથી લેવું, તો આ ફંડ તમારા માટે જ છે. નામ મુજબ જ આ ફંડ રોકાણકારોના પૈસા મુખ્યત્વે સરકારી કંપનીઓ (PSUs), દેશની સૌથી મજબૂત બેંકો અને રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતા સુરક્ષિત બોન્ડ્સમાં રોકે છે.
કોના માટે બેસ્ટ?: આમાં શેરબજારનું કોઈ જ ટેન્શન હોતું નથી. જે લોકો 1થી 3 વર્ષ માટે પોતાના પૈસા રોકવા માંગે છે અને બેંક એફડીનો સેફ વિકલ્પ શોધી રહ્યા છે, તેમના માટે આ સ્કીમ જોરદાર છે.
2. LIC MF Savings Fund
ઘણીવાર આપણા બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા એમ જ પડ્યા રહે છે, જેના પર માંડ 3-4% વ્યાજ મળે છે. LIC MF સેવિંગ્સ ફંડ એક લો-ડ્યુરેશન ડેટ ફંડ છે, જે ટૂંકા ગાળાના સુરક્ષિત કોર્પોરેટ બોન્ડ્સ અને મની માર્કેટમાં પૈસા લગાવે છે.
કોના માટે બેસ્ટ?: આ ફંડમાં પૈસા ઉપાડવાની પૂરી આઝાદી અને સારા વળતરનું બેસ્ટ સંતુલન છે. જો તમે 6 મહિનાથી 2 વર્ષ સુધી તમારા પૈસા ક્યાંક પાર્ક કરવા માંગો છો, તો આ સ્કીમ સેવિંગ્સ એકાઉન્ટ અને ટૂંકા ગાળાની FD કરતા ક્યાંય વધુ ફાયદાકારક છે.
3. LIC MF Arbitrage Fund
આ ફંડ એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી પર કામ કરે છે. તે શેરબજારમાં સીધું રોકાણ કરવાને બદલે કેશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ વચ્ચેના ‘ભાવના તફાવત'નો ફાયદો ઉઠાવીને નફો કમાય છે. બજાર ગમે તેટલું ઉપર કે નીચે જાય, આમાં નુકસાન થવાની શક્યતા નહિવત છે.
કોના માટે બેસ્ટ?: આ ફંડની સૌથી મોટી ખાસિયત 'ટેક્સ બેનિફિટ' છે. ડેટ ફંડ જેવું સુરક્ષિત હોવા છતાં, ઇન્કમ ટેક્સના નિયમો મુજબ તેને 'ઇક્વિટી ફંડ' માનવામાં આવે છે. જેથી તેના પર ટેક્સ ઓછો લાગે છે અને તમારું નેટ રિટર્ન FD કરતા વધી જાય છે. જેઓ 3 મહિનાથી 1 વર્ષ માટે પૈસા રોકવા માંગે છે અને હાઈ ટેક્સ બ્રેકેટ 30% સ્લેબમાં આવે છે, તેમના માટે આ સુપરહિટ સ્કીમ છે.
4. LIC MF Conservative Hybrid Fund
જો તમે મોંઘવારીને મ્હાત આપે તેવું રિટર્ન ઈચ્છતા હોવ, તો પોર્ટફોલિયોમાં થોડો ઈક્વિટીનો તડકો હોવો જરૂરી છે. આ ફંડ તમારા કુલ રોકાણનો 75-80% હિસ્સો એકદમ સુરક્ષિત બોન્ડ્સમાં રાખે છે, જેથી તમારી મૂડી સચવાયેલી રહે. જ્યારે બાકીનો 20-25% હિસ્સો શેરબજારના દિગ્ગજ બ્લુચિપ શેરોમાં લગાવવામાં આવે છે.
કોના માટે બેસ્ટ?: ડેટ અને ઈક્વિટીનું આ કોમ્બિનેશન લાંબા ગાળે જબરદસ્ત કામ કરે છે. જો તમે તમારા રોકાણને 3 થી 5 વર્ષ કે તેથી વધુનો સમય આપી શકો છો, તો આ ફંડ લોંગ ટર્મમાં FD ને આસાનીથી પાછળ છોડી દેશે.
રોકાણ કરતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખો
એક્સપર્ટ્સ માને છે કે, જો તમે આ ફંડ્સમાં રોકાણની શરૂઆત કરવા માંગતા હોવ, તો એકસાથે મોટી રકમ નાખવાને બદલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો રસ્તો પસંદ કરવો વધુ સારો છે. બેંક FDમાં તમારા પૈસા લોક થઈ જાય છે અને સમય પહેલા ઉપાડો તો પેનલ્ટી લાગે છે. જ્યારે આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારા પૈસા સુરક્ષિત તો રહે જ છે, પણ સાથે જ જ્યારે જરૂર પડે ત્યારે તમે આસાનીથી પૈસા ઉપાડી પણ શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર એજ્યુકેશન અને જાણકારી માટે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)