Tata Mutual Fund Scheme: 21 વર્ષમાં પૈસા કર્યા 36 ગણા! લો રેટિંગ છતાં આપ્યું 18% રિટર્ન, રોકાણકારો થયા માલામાલ | Moneycontrol Gujarati
Get App

Tata Mutual Fund Scheme: 21 વર્ષમાં પૈસા કર્યા 36 ગણા! લો રેટિંગ છતાં આપ્યું 18% રિટર્ન, રોકાણકારો થયા માલામાલ

Tata Mutual Fund: શું તમે જાણો છો ટાટા મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ વિશે? લો રેટિંગ હોવા છતાં આ ફંડે છેલ્લા 21 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને 36 લાખમાં ફેરવી દીધા છે. જાણો આ ફંડનું SIP રિટર્ન અને પોર્ટફોલિયો વિશે વિગતે.

અપડેટેડ 06:26:25 PM Jan 02, 2026 પર
Story continues below Advertisement
Tata Mutual Fund: શું તમે જાણો છો ટાટા મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ વિશે? લો રેટિંગ હોવા છતાં આ ફંડે છેલ્લા 21 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને 36 લાખમાં ફેરવી દીધા છે.

Tata Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં સામાન્ય રીતે લોકો સ્ટાર રેટિંગ જોઈને રોકાણ કરતા હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે જે ફંડનું રેટિંગ ઓછું હોય, તે પણ જોરદાર કમાણી કરી આપે છે. આવા જ એક 'છુપા રુસ્તમ' ફંડની આજે આપણે વાત કરવાના છીએ. આ ફંડ છે ટાટા મ્યુચ્યુઅલ ફંડનીજાણીતી સ્કીમ 'ટાટા વેલ્યુ ફંડ'. આ ફંડે લોન્ચ થયા ત્યારથી અત્યાર સુધીમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

1 લાખના બનાવી દીધા 36 લાખ

ટાટા વેલ્યુ ફંડની શરૂઆત 29 જૂન, 2004ના રોજ થઈ હતી. આ ફંડને માર્કેટમાં આવ્યાને આશરે 21 વર્ષ પૂરા થયા છે. જો કોઈ રોકાણકારે આ ફંડમાં શરૂઆતમાં (Launch સમયે) એકસાથે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ વધીને 36,22,800 રૂપિયા થઈ ગઈ હોત.

આ ફંડે લોન્ચિંગથી લઈને અત્યાર સુધી 18.24% ના વાર્ષિક દરે રિટર્ન આપ્યું છે. મહત્વની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન તેના બેન્ચમાર્ક Nifty 500 TRI નું રિટર્ન 16.17% રહ્યું હતું, એટલે કે આ ફંડે માર્કેટ કરતા પણ સારું પ્રદર્શન કર્યું છે.

SIP રોકાણકારો પણ થયા ખુશખુશાલ


જે લોકો એકસાથે પૈસા નથી રોકી શકતા, તેમના માટે SIP સારો વિકલ્પ છે. ટાટા વેલ્યુ ફંડમાં SIP કરનારાઓને પણ જબરદસ્ત ફાયદો થયો છે.

* SIP રિટર્ન: 16.01% વાર્ષિક (શરૂઆતથી અત્યાર સુધી)

* મહિને રોકાણ: 10,000 રૂપિયા

* કુલ રોકાણ: 25,70,000 રૂપિયા

* આજે વેલ્યુ: 1,87,60,810 રૂપિયા (લગભગ 1.87 કરોડ)

આમ, જેણે દર મહિને માત્ર 10 હજારની બચત કરીને આ ફંડમાં રોકી હશે, તેઓ આજે કરોડપતિ બની ગયા છે.

ફંડની રોકાણ કરવાની સ્ટ્રેટેજી શું છે?

આ ફંડ 'વેલ્યુ કોન્શિયસ' પદ્ધતિ અપનાવે છે. સરળ ભાષામાં કહીએ તો, આ ફંડ એવી સારી કંપનીઓના શેર ખરીદે છે જે હાલમાં સસ્તા ભાવે મળી રહ્યા હોય.

નિયમ: ફંડના મેનેજર ઓછામાં ઓછી 70% રકમ એવી કંપનીઓમાં રોકે છે જેમનો P/E રેશિયો સેન્સેક્સના P/E રેશિયો કરતા ઓછો હોય.

સિલેક્શન: માત્ર સસ્તા શેર જ નહીં, પણ જે કંપની માર્કેટ લીડર હોય અને ભવિષ્યમાં ગ્રોથ કરવાની ક્ષમતા ધરાવતી હોય, તેને પસંદ કરવામાં આવે છે.

ક્વોલિટી: કંપનીના પાછલા 5-10 વર્ષનો રેકોર્ડ, RoE (Return on Equity) અને બિઝનેસ મોડલ ચેક કર્યા પછી જ રોકાણ કરવામાં આવે છે.

ફંડ વિશે મહત્વની માહિતી

જો તમે આ ફંડમાં રસ ધરાવતા હોવ, તો નીચે આપેલા આંકડાઓ પર એક નજર જરૂર નાખવી જોઈએ.

* ફંડ સાઈઝ (AUM): 9015.06 કરોડ રૂપિયા

* NAV: 361.11 રૂપિયા

* એક્સપેન્સ રેશિયો: 1.79%

* શાર્પ રેશિયો: 0.91

પોર્ટફોલિયો: ક્યાં રોકાયા છે પૈસા?

ટાટા વેલ્યુ ફંડના પોર્ટફોલિયોમાં દેશની દિગ્ગજ કંપનીઓ સામેલ છે. સૌથી વધુ રોકાણ 'ફાઈનાન્શિયલ સર્વિસીઝ' સેક્ટરમાં કરવામાં આવ્યું છે.

ટોપ હોલ્ડિંગ્સ 

* HDFC Bank (7.49%)

* ITC (5.64%)

* Kotak Mahindra Bank (5.55%)

* Bharat Petroleum (5.33%)

* Muthoot Finance (4.74%)

ટોપ સેક્ટર્સ 

* Financial Services: 40.73%

* FMCG: 9.80%

* Oil & Gas: 9.28%

* IT: 7.21%

ટાટા વેલ્યુ ફંડે સાબિત કર્યું છે કે માત્ર રેટિંગ જ નહીં, પણ સાચી સ્ટ્રેટેજી અને લાંબા ગાળાનું રોકાણ જ વેલ્થ ક્રિએશનમાં મદદરૂપ થાય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો-  દુનિયાના 7 સૌથી અમીર યુટ્યુબર્સ એક જ દેશના! ટોપ 10માં ભારત અને ચીનનું નામ નિશાન નહીં, જાણો કોણ છે નંબર 1?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2026 6:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.