દુનિયાના 7 સૌથી અમીર યુટ્યુબર્સ એક જ દેશના! ટોપ 10માં ભારત અને ચીનનું નામ નિશાન નહીં, જાણો કોણ છે નંબર 1?
Richest YouTubers in the world: દુનિયાના સૌથી અમીર યુટ્યુબર્સની યાદીમાં અમેરિકાનો દબદબો છે. ટોપ 10માંથી 7 માત્ર અમેરિકાના છે. જાણો 1 અબજ ડોલર સાથે કોણ છે ટોપ પર અને ભારતની શું છે સ્થિતિ.
ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં યુટ્યુબથી કમાણી કરનારા લોકોની સંખ્યા વધી છે, કન્ટેન્ટ ક્રિએટર્સનો રાફડો ફાટ્યો છે, છતાં ગ્લોબલ લેવલે ટોપ 10 અમીરોમાં કોઈ ભારતીય સ્થાન બનાવી શક્યું નથી.
Richest YouTubers in the world: આજે યુટ્યુબ માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ કમાણીનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે. ભારત અને ચીનમાં યુટ્યુબ જોનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધુ વ્યુઅર્સ હોવા છતાં, કમાણીની બાબતમાં આ બંને દેશો પાછળ છે. દુનિયાના સૌથી અમીર 10 યુટ્યુબર્સના લિસ્ટમાં ભારત કે ચીનનો એક પણ યુટ્યુબર સામેલ નથી.
અમીરોની યાદીમાં અમેરિકાનો દબદબો
હાલમાં જ દુનિયાના સૌથી ધનવાન યુટ્યુબર્સનું લિસ્ટ બહાર આવ્યું છે. દુનિયાના અન્ય અબજોપતિઓની જેમ અહીં પણ અમેરિકાનો જ દબદબો જોવા મળ્યો છે. ટોપ 10 સૌથી અમીર યુટ્યુબર્સમાંથી 7 તો માત્ર અમેરિકાના જ છે. બાકીના ત્રણ સ્થાન પર રશિયા, બ્રિટન અને સ્વીડનના 1-1 યુટ્યુબરને જગ્યા મળી છે.
ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં યુટ્યુબથી કમાણી કરનારા લોકોની સંખ્યા વધી છે, કન્ટેન્ટ ક્રિએટર્સનો રાફડો ફાટ્યો છે, છતાં ગ્લોબલ લેવલે ટોપ 10 અમીરોમાં કોઈ ભારતીય સ્થાન બનાવી શક્યું નથી.
કોણ છે દુનિયાનો સૌથી અમીર યુટ્યુબર?
'રિચેસ્ટ ટ્યુબર્સ'ના રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના મિસ્ટર બીસ્ટ (MrBeast) એટલે કે જિમ્મી ડોનાલ્ડસન દુનિયાના સૌથી અમીર યુટ્યુબર છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના 45.8 કરોડ સબસ્ક્રાઈબર્સ છે. મિસ્ટર બીસ્ટની કુલ સંપત્તિ (Net Worth) 1 અબજ ડોલર છે, જે તેમને લિસ્ટમાં ટોપ પર રાખે છે.
ટોપ 10માં કોનો સમાવેશ થાય છે?
આ લિસ્ટમાં બીજા અને ત્રીજા નંબર પર પણ અમેરિકાના જ ક્રિએટર્સ છે. ચાલો જોઈએ આખી યાદી:
આ સિવાય અમેરિકાના 'ડ્યૂડ પરફેક્ટ' (Dude Perfect) અને 'જેક પોલ' (Jake Paul) બંનેની સંપત્તિ 100-100 મિલિયન ડોલર છે. જ્યારે અમેરિકાના 'નિન્જા' (Ninja) 50 મિલિયન ડોલર અને સ્વીડનના ફેમસ યુટ્યુબર 'પ્યૂડીપાઈ' (PewDiePie) 45 મિલિયન ડોલર સાથે આ લિસ્ટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.
ભારતના સૌથી અમીર યુટ્યુબર કોણ?
ભલે ટોપ 10 ગ્લોબલ લિસ્ટમાં કોઈ ભારતીય ન હોય, પરંતુ ભારતમાં પણ યુટ્યુબર્સ અઢળક કમાણી કરી રહ્યા છે. ભારતમાં 'ટેકનિકલ ગુરુજી'ના નામથી મશહૂર ગૌરવ ચૌધરીને સૌથી અમીર ભારતીય યુટ્યુબર માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, તેમની નેટવર્થ અંદાજે 356 કરોડ રૂપિયા છે. તેઓ ટેકનોલોજી અને ગેજેટ્સને લગતા વીડિયો બનાવે છે.