US statement: જર્મની બાદ અમેરિકાએ પણ દિલ્હીના કથિત લિકર કૌભાંડમાં CM અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને અગ્રણી વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત અહેવાલો પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે કેજરીવાલના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યું છે. આ પહેલા જર્મનીએ પણ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના પર ભારતે જર્મન રાજદૂતને બોલાવીને તેને આંતરિક મામલો ગણાવ્યો હતો. હવે આ અંગે અમેરિકાનું નિવેદન આવ્યું છે.