Lok Sabha elections: બોક્સિંગમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા વિજેન્દર સિંહ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. એપ્રિલ 2019માં કોંગ્રેસમાં જોડાઈને રાજનીતિમાં પ્રવેશેલા સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે તેમના નેતૃત્વના કારણે વિદેશમાં ખેલાડીઓનું સન્માન વધ્યું છે. વિજેન્દર સિંહે કહ્યું કે તેણે ખોટો રસ્તો અપનાવ્યો છે અને હવે તે બીજેપીમાં જોડાઈ ગયો છે. અહીંથી તેમની રાજનીતિ સાચી દિશામાં શરૂ થઈ છે.