બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. એક તરફ સરહદો પર ચેલેન્જીસ વધી છે તો બીજી તરફ આ ઘટના બાદ આતંકવાદી સંગઠનોના એક્ટિવ થવાનો ખતરો પણ વધી ગયો છે. આ કારણ છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ વાતાવરણ ઊભું કર્યું હોવાનું કહેવાય છે. પરંતુ તમામ ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે આ હિંસા પાછળ એક્ટિવ આતંકવાદી સંગઠનો હતા, જેનું કાવતરું બાંગ્લાદેશી હિન્દુઓ વિરુદ્ધ પણ હતું.

