રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર અમેરિકાના પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ હુમલાની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ હુમલાની નિંદા કરી હતી. પરંતુ, ટ્રમ્પ પર હુમલો કરવાના બહાને ભાજપે રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા હતા. ભાજપના આઈટી સેલ વિભાગના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાના આ નિવેદનથી કોંગ્રેસ ગુસ્સે છે. જયરામ રમેશનું કહેવું છે કે, જો પીએમમાં જરા પણ શાલીનતા હોય તો તેમણે આ માણસને તાત્કાલિક બરતરફ કરવો જોઈએ.

