અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે આજે તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે ઘાટલોડિયા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલ પણ પહોંચ્યા હતા. અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા.

