Get App

ભાજપે ઉમેદવારોની યાદીમાં કઈ 14 મહિલાને ટિકિટ આપી? આ રહ્યું નામ સાથેની લિસ્ટ

ભાજપે આખરે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કેટલાકને કાપવામાં આવ્યા છે તો કેટલાક નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 10, 2022 પર 6:39 PM
ભાજપે ઉમેદવારોની યાદીમાં કઈ 14 મહિલાને ટિકિટ આપી? આ રહ્યું નામ સાથેની લિસ્ટભાજપે ઉમેદવારોની યાદીમાં કઈ 14 મહિલાને ટિકિટ આપી? આ રહ્યું નામ સાથેની લિસ્ટ

ગુજરાત ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 14 મહિલાઓ પર ભારતીય જનતા પાર્ટીએ પસંગદગીનો કળશ ઢોળાયો છે તે કોણ છે? હાલ તેની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે.

આ 14 મહિલાને ભાજપે ટિકિટ આપી

રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર
દર્શનાબેન વાઘેલા અસારવા
દર્શનાબેન દેશમુખ વસાવા-નાદોંદ
સંગીતાબેન પાટિલ લિંબાયત
પાયલબેન મનોજભાઇ કુકરાઇ નરોડા
મનિષાબેન રાજીવભાઇ વકીલ વડોદરા
ભીખીબેન ગરવંતસિંહ બાયડ
કંચનબેન વિનુભાઇ રાદડિયા ઠક્કરબાપાનગર
નિમિશાબેન મનહરભાઇ ડિંડોર મોરવાહડ
દર્શિતાબેન પારસભાઇ શાહ રાજકોટ પશ્ચિમ
ભાનુબેન મનોહરભાઇ બાબરિયા રાજકોટ ગ્રામીણ
ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલ
માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી ગાંધીઘામ
જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા વઢવાણ

બધા સમાચાર

+ વધુુ વાંચો