Lok Sabha Election 2024: આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ અને ઉત્તર પ્રદેશના કેટલાક ગામોમાં ચૂંટણીના બહિષ્કારના અહેવાલો વચ્ચે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર 5 સુધી 63 ટકાથી વધુ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કેટલાક મતદાન મથકો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ECM)માં ખામી હોવાના અહેવાલો પણ મળ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી 62.31 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું.