Mallikarjun Kharge Diwali Eid Remark: દિવાળીના પાવન તહેવાર નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા એક નિવેદનથી દેશના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે. મીડિયા સાથે વાતચીત કરતી વખતે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા ખડગેએ કહ્યું હતું કે, "આ એક ખૂબ જ મોટો તહેવાર છે, જેને હિન્દુસ્તાનમાં બધા લોકો ઉજવે છે. તેનું એક જ કારણ છે કે આ ખુશીઓની ઈદ છે અને લાંબા સમય સુધી ચાલનારી ઈદ આ જ છે."
ભાજપે લગાવ્યો તુષ્ટિકરણ અને સનાતન વિરોધી માનસિકતાનો આરોપ
સોનિયા ગાંધીના ઈન્ટરવ્યુ અને પુસ્તકનો મુદ્દો પણ ઉછળ્યો
આ વિવાદની સાથે જ ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુ અને તેમના આગામી પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love)ના સંદર્ભને પણ આ મુદ્દામાં જોડી દીધો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે 6 ડિસેમ્બર 1992 ના રોજ જ્યારે બાબરી મસ્જિદ તૂટી ત્યારે સોનિયા ગાંધી રડ્યા હોવાનું કહીને પક્ષની ખરી માનસિકતા છતી કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસ પર સનાતન વિરોધી હોવાના આકરા પ્રહારો કર્યા હતા.
તહેવારોની મોસમમાં રાજકીય ઘમાસાણ
ખડગેના આ નિવેદને તહેવારોની મોસમમાં પણ દેશના બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે નવી તકરાર અને ઘમાસાણ મચાવી દીધું છે. ભાજપ સતત એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જેમાં કથિત રીતે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા હિન્દુ તહેવારો કે પરંપરાઓનું અપમાન કરવામાં આવ્યું હોય. હાલમાં સત્તાધારી પક્ષ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષની ચારેય બાજુથી ઘેરાબંધી કરવામાં આવી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં આ મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં હજુ વધુ ગરમાવો લાવે તેવી પૂરી શક્યતા છે.