MM Naravane Book Leak: નરવણેના પુસ્તક લીક કેસમાં દિલ્હી પોલીસનો મોટો ખુલાસો! ‘ષડયંત્ર' રચીને વિદેશમાં વેચાઈ કિતાબ | Moneycontrol Gujarati
Get App

MM Naravane Book Leak: નરવણેના પુસ્તક લીક કેસમાં દિલ્હી પોલીસનો મોટો ખુલાસો! ‘ષડયંત્ર' રચીને વિદેશમાં વેચાઈ કિતાબ

MM Naravane Book Leak: પૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના પુસ્તક ‘Four Stars of Destiny' લીક મામલે દિલ્હી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તપાસમાં અમેરિકા અને કેનેડા કનેક્શન સામે આવ્યું છે. જાણો શું છે સમગ્ર ‘ષડયંત્ર' અને રાહુલ ગાંધી સાથેનું કનેક્શન.

અપડેટેડ 10:44:36 AM Feb 12, 2026 પર
Story continues below Advertisement
MM Naravane Book Leak: પૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના પુસ્તક ‘Four Stars of Destiny' લીક મામલે દિલ્હી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

MM Naravane Book Leak: પૂર્વ સેનાધ્યક્ષ (આર્મી ચીફ) એમએમ નરવણેની બહુચર્ચિત આત્મકથા ‘Four Stars of Destiny' હાલ ભારે વિવાદોમાં છે. આ પુસ્તક સત્તાવાર રીતે પ્રકાશિત થાય તે પહેલાં જ લીક થઈ ગયું હતું. હવે આ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ સામાન્ય લીક નહોતું, પરંતુ એક સુનિયોજિત ‘ષડયંત્ર' (Criminal Conspiracy) હતું.

રક્ષા મંત્રાલયની મંજૂરી વગર જ લીક કરાઈ કિતાબ

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે જનરલ નરવણેના પુસ્તકને એક પ્લાનિંગના ભાગરૂપે લીક કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ કોઈપણ રક્ષા સંબંધી પુસ્તક પ્રકાશિત કરતા પહેલા Ministry of Defence (રક્ષા મંત્રાલય)ની મંજૂરી લેવી પડે છે. પરંતુ, આ કેસમાં મંત્રાલયની ક્લિયરન્સને બાયપાસ કરીને એટલે કે મંજૂરી મળ્યા પહેલા જ પુસ્તકને લીક કરી દેવામાં આવ્યું હતું.

4 મોટા દેશોમાં સૌથી પહેલા વેચાઈ બુક

સ્પેશિયલ સેલની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ પુસ્તકનું લીક કનેક્શન વિદેશ સાથે જોડાયેલું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પુસ્તક માત્ર લીક જ નથી થયું, પરંતુ Canada, Australia, Germany અને USA જેવા દેશોમાં તેનું ઓનલાઇન વેચાણ પણ શરૂ થઈ ગયું હતું. આ દેશોના ડિજિટલ માર્કેટમાં આ કિતાબ સત્તાવાર મંજૂરી પહેલા જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી.


આંતરરાષ્ટ્રીય સ્તર પર થયેલા આ લીકને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસે ‘ક્રિમિનલ કોન્સ્પિરસી' એટલે કે ગુનાહિત કાવતરાની કલમો હેઠળ FIR દાખલ કરી છે. હવે તપાસનો રેલો અમેરિકા, કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યો છે, જ્યાં આ પુસ્તકને લગતી આર્થિક અને ડિજિટલ ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચી કોપી?

આ વિવાદમાં રાજકીય વળાંક પણ આવ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધીને એ તપાસ પણ શરૂ કરી છે કે આખરે એક અપ્રકાશિત (Unpublished) પુસ્તકની કોપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચી? મંગળવારે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ લીક પાછળ કોનો હાથ છે.

ચોરી નહીં, પણ મોટું કાવતરું

પોલીસનું માનવું છે કે નરવણેની બુકનું લીક થવું એ કોઈ પુસ્તક ચોરીની સાદી ઘટના નથી. આ એક "કોર્ડિનેટેડ કેમ્પેઈન" એટલે કે એકબીજા સાથે સંકલન સાધીને કરવામાં આવેલું કૃત્ય હતું. જેનો મુખ્ય હેતુ રક્ષા મંત્રાલયની નક્કી કરેલી પ્રક્રિયાઓને તોડીને માહિતી બહાર લાવવાનો હતો. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને તેની પાછળના માસ્ટરમાઈન્ડને શોધવા માટે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- દેશવ્યાપી હડતાળ: 30 કરોડ કર્મચારીઓ જોડાશે, બેંક અને ટ્રાન્સપોર્ટ સેવાઓ પર મોટી અસર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 12, 2026 10:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.