GUJARAT ELECTIONS 2022: મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે, જ્યારે નિરીક્ષકો ઉમેદવારનું ફોર્મ લેતા હતા કે કોની કોની ઈચ્છા છે, ત્યારે ઘણા લોકોએ થોડી થોડી રજુઆત આપી હતી. કોઈને તો ફોર્મ નહોતું ભરવું પણ તોય લોકોએ ફોન કરીને કરીને બોલાવ્યા હતા. મારી લોકપ્રિયતાને કેટલાક લોકો ઈર્ષાથી જોતા હતા. મેં અગાઉ પણ કહ્યું છે આજે પણ કહું આપણું રૂપાળું બાળક હોય તો આપણી માતાઓ તેને કાળી ટીલી કરે છે. મનેય કોઈને ને કોઈએ કાળું ટપકું લગાવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વખતે નીતિન પટેલને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી નથી.

