Operation Tiger 3.0: ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો ઝટકો! 14 ધારાસભ્યોએ એકનાથ શિંદે સાથે કરી સિક્રેટ મીટિંગ, MVAમાં ખળભળાટ | Moneycontrol Gujarati
Get App

Operation Tiger 3.0: ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો ઝટકો! 14 ધારાસભ્યોએ એકનાથ શિંદે સાથે કરી સિક્રેટ મીટિંગ, MVAમાં ખળભળાટ

Operation Tiger 3.0: મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગર 3.0ની શરૂઆત! ઉદ્ધવ ઠાકરેના 14 ધારાસભ્યોએ એકનાથ શિંદે સાથે ગુપ્ત મુલાકાત કરતા શિવસેના (UBT) અને MVA ગઠબંધનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાણો સંજય રાઉતે શું લગાવ્યા આરોપ.

અપડેટેડ 06:07:04 PM Jun 26, 2026 પર
Story continues below Advertisement
Operation Tiger 3.0: મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગર 3.0ની શરૂઆત!

Operation Tiger 3.0: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો ઉલટફેર થવાની તૈયારી છે. રાજ્યમાં ‘ઓપરેશન ટાઈગર 3.0' શરૂ થઈ ગયું હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. મહા વિકાસ અઘાડી (MVA) અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટી બળવાની આહટ સંભળાઈ રહી છે, જેના કારણે ગઠબંધન નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

એકનાથ શિંદે સાથે 14 ધારાસભ્યોની સિક્રેટ મીટિંગ

મળતી માહિતી મુજબ, ઉદ્ધવ જૂથના 20 માંથી 14 ધારાસભ્યોએ છેલ્લા એક-બે દિવસમાં કોઈ અજ્ઞાત સ્થળે એકનાથ શિંદે સાથે ગુપ્ત મુલાકાત કરી છે. ચોમાસુ સત્ર પહેલા થયેલી આ મુલાકાતે MVA છાવણીમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે.

MVAની બેઠકમાંથી 23 ધારાસભ્યો ગાયબ

ગઈકાલે સાંજે બોલાવવામાં આવેલી MVAની સંકલન બેઠકમાં ગઠબંધનની તિરાડ ખુલ્લી પડી ગઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર જૂથ) ના 60 જેટલા ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોએ હાજર રહેવાનું હતું. પરંતુ, આશ્ચર્યજનક રીતે માત્ર 37 નેતાઓ જ બેઠકમાં પહોંચ્યા હતા. 23 ધારાસભ્યોની ગેરહાજરીથી ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન ખૂબ વધી ગયું છે.


ઉદ્ધવ ઠાકરેએ આપી કડક ચેતવણી

પોતાની પાર્ટીને સતત તૂટતી જોઈને ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં ખુલીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે સાથી પક્ષોને રોકડા શબ્દોમાં પૂછ્યું કે, "આપણે કહીએ છીએ કે આપણે એકજૂથ છીએ, પરંતુ શું આપણે ખરેખર એક છીએ?" તેમણે સ્પષ્ટ કર્યું કે ગઠબંધનની એકતા માત્ર પ્રેસ કોન્ફરન્સ અને નિવેદનો પૂરતી સીમિત ન રહેવી જોઈએ. સત્તાધારી મહાયુતિનો સામનો કરવા માટે વિધાનસભાની અંદર અને બહાર મજબૂત સંકલન જરૂરી છે.

શ્રીકાંત શિંદેનો કટાક્ષ

તાજેતરમાં જ ઉદ્ધવ જૂથના 6 સાંસદો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. આ મુદ્દે શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, "ઉદ્ધવ સેના પોતાનો જનાધાર ગુમાવી ચૂકી છે અને તેઓ પોતાના જ સાંસદો અને ધારાસભ્યોને એકસાથે રાખી શકે તેમ નથી."

સંજય રાઉતનો 25 કરોડની ડીલનો આરોપ

આ તમામ રાજકીય હલચલ વચ્ચે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પૈસાની લેવડદેવડના ગંભીર આરોપો લગાવ્યા છે. રાઉતે દાવો કર્યો છે કે, "મેં ક્યારેય ખોટા આંકડા નથી આપ્યા. રાત્રે 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાદમાં આ તમામ લોકોને જયપુર લઈ જઈને વધુ 10 કરોડ રૂપિયા અપાયા છે." રાઉતનું કહેવું છે કે આગામી સમયમાં સીમાંકન બિલ પાસ થવાનું હોવાથી સાંસદો અને ધારાસભ્યોએ પૈસા માટે પોતાની બોલી લગાવી છે.

આરોપ-પ્રત્યારોપ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે શિંદે જૂથ સતત ઉદ્ધવ કેમ્પમાં ગાબડા પાડી રહ્યું છે. 14 ધારાસભ્યોની આ ગુપ્ત મુલાકાત મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમીકરણો રચી રહી છે.

આ પણ વાંચો- ઓડિશા: વીકે પાંડિયનની પત્ની સુજાતા રાઉતની રાજકારણમાં એન્ટ્રી, આગામી ચૂંટણીમાં BJDની કમાન કોણ સંભાળશે? નવીન પટનાયકે કર્યો મોટો ખુલાસો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 26, 2026 6:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.