ગુજરાતના CMથી દેશના PM સુધી: સત્તાના 25 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ કહ્યું- ‘આ 25 વર્ષનો અનુભવ મારી નહીં, દેશની મૂડી’ | Moneycontrol Gujarati
Get App

ગુજરાતના CMથી દેશના PM સુધી: સત્તાના 25 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ કહ્યું- ‘આ 25 વર્ષનો અનુભવ મારી નહીં, દેશની મૂડી’

PM Modi 25 years: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરા થવા પર 'વિકસિત ભારત સંકલ્પ સભા'માં જનતાનો આભાર માન્યો. જાણો તેમણે વિનાયક મંદિરમાં શું પ્રાર્થના કરી.

અપડેટેડ 12:45:36 PM Oct 07, 2026 પર
Story continues below Advertisement
પોતાની રાજકીય સફરના શરૂઆતના દિવસો યાદ કરતા પીએમ મોદીએ 7 ઓક્ટોબર 2001 નો દિવસ યાદ કર્યો.

PM Modi 25 years: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે પોતાના 25 વર્ષ પૂરા કરી લીધા છે. આ ઐતિહાસિક અવસર પર તેમણે 'વિકસિત ભારત સંકલ્પ સભા'માં હાજરી આપી હતી અને દેશની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે આટલી લાંબી સફર અને સફળતા માત્ર જનતાના આશીર્વાદ અને સાથ વિના શક્ય નહોતી.

દિલ્હીના વિનાયક મંદિરમાં કરી પ્રાર્થના

આ ખાસ દિવસની શરૂઆત પીએમ મોદીએ દિલ્હીના વિનાયક મંદિરમાં દર્શન કરીને કરી હતી. સભાને સંબોધતા તેમણે કહ્યું કે, "આજે સવારે મેં વિનાયક મંદિરમાં દર્શન કર્યા અને 140 કરોડ દેશવાસીઓ માટે પ્રાર્થના કરી. સાથે જ મેં મારા માટે પણ શક્તિ માંગી છે કે મને દેશની સેવા માટે હજુ વધુ ઊર્જા અને સામર્થ્ય મળે." તેમણે જનતાને ઈશ્વરનું રૂપ ગણાવીને ઉમેર્યું કે દેશે તેમને ઘણું બધું આપ્યું છે, એટલે દેશ પ્રત્યેની તેમની જવાબદારી હવે વધુ મોટી થઈ જાય છે.


CMથી PM સુધીની લાંબી સફર

પોતાની રાજકીય સફરના શરૂઆતના દિવસો યાદ કરતા પીએમ મોદીએ 7 ઓક્ટોબર 2001 નો દિવસ યાદ કર્યો. આ એ જ દિવસ છે જ્યારે તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે કહ્યું કે, "જ્યારે મેં સીએમ તરીકે શપથ લીધા ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ આવો પડાવ પણ આવશે."

ગુજરાતના સીએમ તરીકે શાનદાર કામગીરી કર્યા બાદ, 26 મે 2014 ના રોજ તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. આ 25 વર્ષોમાં યોજાયેલી અનેક ચૂંટણીઓમાં જનતાએ જે અખૂટ વિશ્વાસ દાખવ્યો છે તે બદલ તેમણે NDA, તમામ મંત્રીઓ, નેતાઓ અને 'સેવા જ્યોતિ યાત્રા'માં જોડાયેલા દરેક લોકોનો આભાર માન્યો હતો.

જીવનના દરેક ઉતાર-ચઢાવમાંથી મળી શીખ

પીએમ મોદીએ આ 25 વર્ષના અનુભવને પોતાની નહીં, પણ 'દેશની મૂડી' ગણાવ્યો છે. પોતાના જીવનની સફર અને શીખ વિશે વાત કરતા તેમણે ખૂબ જ સુંદર રીતે જણાવ્યું કે તેમના જીવનની કોઈ ઘટના વ્યર્થ નથી ગઈ, જેણે મને જીતાડ્યો, તેણે મને વિનમ્ર રહેતા શીખવ્યું. જ્યારે કોઈએ પડકાર આપ્યો કે હાર આપી, તો તેણે મને ફરીથી મક્કમતાથી ઊભા થતા શીખવ્યું. શુભચિંતકોએ હંમેશા આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. જ્યારે ટીકાકારો એ મને મારી પોતાની અંદર ડોકિયું કરવાની અને ભૂલો સુધારવાની તક આપી.

આ પણ વાંચો- RBIનો મોટો નિર્ણય: રેપો રેટ વધાર્યો, અલ નીનો અને નબળા ચોમાસાથી રવી પાક પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ

સરકારના વડા તરીકેના 25 વર્ષ એ ભારતીય રાજકારણમાં એક બહુ મોટો માઈલસ્ટોન છે. પીએમ મોદીએ પોતાના આજના સંબોધનમાં એ સાબિત કર્યું છે કે તેઓ આ સફળતાનો શ્રેય પોતાના માથે લેવાને બદલે સંપૂર્ણપણે દેશના નાગરિકોને જ સમર્પિત કરે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2026 12:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.