Constitution Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરના રોજ 'બંધારણ દિવસ' (Constitution Day) નિમિત્તે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ એક મોટો આરોપ લગાવતા કહ્યું છે કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી ઓબીસી (OBC) અનામતમાં કાપ મૂકીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જોકે તેમણે પોતાના લખાણમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીનું સીધું નામ લીધું નથી, પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટપણે કોંગ્રેસ તરફ જ હતો. પીએમ મોદીએ પોતાના લેખમાં લખ્યું છે કે ડો. બાબાસાહેબ આંબેડકર ધર્મ આધારિત અનામતના સખત વિરોધી હતા.

