Get App

PM મોદીએ 24 કલાક પહેલા જ જણાવી દીધું કે, કેવું રહેશે કાલનું બજેટ, જાણો ક્યાં રહેશે ફોકસ?

બજેટ સત્ર પર PM Modi: બજેટ સત્રની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહ્યો છે અને અમે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.

MoneyControl Newsઅપડેટેડ Jul 22, 2024 પર 11:19 AM
PM મોદીએ 24 કલાક પહેલા જ જણાવી દીધું કે, કેવું રહેશે કાલનું બજેટ, જાણો ક્યાં રહેશે ફોકસ?PM મોદીએ 24 કલાક પહેલા જ જણાવી દીધું કે, કેવું રહેશે કાલનું બજેટ, જાણો ક્યાં રહેશે ફોકસ?
PM Modi On Budget Session: PMએ કહ્યું- અમે કાલે મજબૂત બજેટ લાવીશું

Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોદી 3.0નું પ્રથમ બજેટ (બજેટ 2024) આવતીકાલે 23મી જુલાઈએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરશે. આ પહેલા સોમવારે સંસદનું બજેટ સત્ર પણ શરૂ થયું અને આ પ્રસંગે પીએમ મોદીએ 24 કલાક પહેલા જ કહ્યું, કેવું રહેશે આવતીકાલનું બજેટ, જાણો ક્યાં રહેશે ફોકસ. પીએમએ કહ્યું કાલે રજૂ થવા જઈ રહેલું મજબૂત બજેટ જે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર ફોકસ કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષ અમારા માટે ખૂબ જ ખાસ છે.

બજેટ વિકસિત ભારત પર ફોકસ

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બજેટ સત્ર છે અને અમે દેશવાસીઓને જે ગેરંટી આપી રહ્યો છું તેને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે આપણે આગળ વધવાનું છે. અમૃતકાલનું આ મહત્ત્વનું બજેટ છે, જે પાંચ વર્ષ માટે અમારા કામની દિશા નક્કી કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આવતીકાલે રજુ થનાર બજેટ આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવાના ટાર્ગેટ પર ફોકસ કરશે.

PMએ કહ્યું- અમે કાલે મજબૂત બજેટ લાવીશું

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે આવતીકાલે એક મજબૂત બજેટ રજૂ કરવા આવીશું અને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે અમારી તમામ શક્તિનો ઉપયોગ કરીશું. ભારતીય અર્થવ્યવસ્થા વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહ્યો છે અને અમે સતત ત્રીજી વખત 8 ટકા વૃદ્ધિ સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. હકારાત્મક દૃષ્ટિકોણ અને સતત વધતું રોકાણ આનો પુરાવો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો