લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAના ઉમેદવારોને SC, ST અને OBC સમુદાયો પાસેથી અનામત છીનવીને તેની વોટ બેંકમાં આપવાના કોંગ્રેસના ઈરાદા વિશે મતદારોમાં જાગૃતિ ફેલાવવા જણાવ્યું છે. ત્રીજા તબક્કાના ઉમેદવારોને લખેલા અંગત પત્રમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર વિભાજનકારી અને ભેદભાવપૂર્ણ ઈરાદા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખ્યો છે.